techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Sunday 28 July 2013

Phishingની માયાજાળથી કેવી રીતે બચશો?

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ

ફોન અને કમ્પ્યુટરમાં જુદાં જુદાં ટેક્નોલોજિકલ શબ્દો વપરાય છે. જેમાંનો એક છે Phishing. Phishing એટલે કોઈની અંગત માહિતી જેવી કે આઈડી, પાસવર્ડ, બેંક એકાઉન્ટ નંબર, સોશિયલ સાઇટના આઈ.ડી પાસવર્ડ જે તે વ્યક્તિને જાણ બહાર છેતરીને પડાવી લેવા. ઓનલાઈન ચોર કે જેને બધા હેકર કહે છે તે ઁરૈજરૈહખ્ત કરવા માટે સૌ પ્રથમ કોઈ પણ બેંકની કે સોશિયલ સાઇટની બિલકુલ કોપી વેબસાઈટ તૈયાર કરે છે. પછી તેની હાઇપર લિન્ક વિવિધ લલચામણી ઓફર તરીકે નિર્દોષ લોકોને ઈ-મેઇલમાં મોકલીને છેતરપિંડી આચરે છે. આમ બેંકની ઓફર કે સુંદર છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ જેવી ખોટી લિન્કનાં પ્રલોભન બતાવી લોકોને છેતરવામાં આવે છે. આવી લિન્ક પર જો વ્યક્તિ ક્લિક કરે અને બેધ્યાનપૂર્વક પોતાની માહિતી ભરીને એકાઉન્ટ એક્સેસ કરવા પ્રયત્ન કરે તો વ્યક્તિનો આઈડી પાસવર્ડ ખોટી વેબસાઈટના ડેટાબેઝમાં જમા થઇ જાય છે. આ પ્રક્રિયા લગભગ કોઈ કરોળિયાનાં જાળાં જેવી હોય છે. પોતાના એકાઉન્ટમાંથી ઓનલાઈન પૈસા ગાયબ થાય કે સોશિયલ સાઈટ પર પોતાનું લોગિન કામ કરતું બંધ થાય ત્યારે ઘણા સમય પછી છેતરપિંડીનો ખ્યાલ આવતો હોય છે પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. આમ તો ઁરૈજરૈહખ્તના પણ વિવિધ પ્રકાર છે. જેમ કે Spear Phishing, clone Phishing, Whaling, link manipulation, filter evasion, website forgery, phone phishing વગેરે.

કેવી રીત Phishingથી બચશો?
૧. સૌ પ્રથમ મેઇલના સ્પામબોક્સમાં આવેલા કે અજાણી વ્યક્તિના મેઇલમાં આવેલી લિન્ક પર ભરોસો ના મૂકો. જ્યારે પણ લિન્કને ચેક કરવી હોય તો ઈન્ટરનેટ સિક્યોરિટી સાથે કે ફાયરવોલ સોફ્ટવેર તમારા કમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કર્યાં પછી જ નેટનો ઉપયોગ કરો.
૨. તમે સિક્યોર યુઆરએલનો ઉપયોગ કરી શકો જેમ કે, HTTPS:// જેમાં જીનો અર્થ સિક્યોર પ્રોટોકોલ એવો થાય છે.
૩. એવા કોઈ પણ ફોનનો દસ વાર વિચારીને જવાબ આપવો જે બેંકના ખાતા વિષે હોય અથવા લગ્ન, કોલેજ કોર્સ, નોકરી અથવા રાતોરાત કરોડપતિ બની જવાની સ્કીમ વિષે હોય કેમ કે ફોન દરમિયાન થોડી સેકંડો પર આવતો બીપટોન કે પડઘો તમારો ફોન રેકોર્ડ થતો હોવાનું જણાવે છે જેમાં તમારી અંગત માહિતી કોઈ રેકોર્ડ કરી શકે છે.
૪. અગત્યની વાત કે જ્યારે પણ તમે અજાણી વ્યક્તિનો મેઇલ ઓપન કરો અને કોઈક ડાઉનલોડ કે એટેચ કરેલી ફાઇલ હોય તો તેને ડાઉનલોડ બિલકુલ ના કરો, કેમ કે તમે લિન્ક પર ક્લિક કર્યા બાદ અમુક સમય પછી કમ્પ્યુટરમાં વાયરસ પ્રસરી જાય તેવું બની શકે જેથી જે તે વ્યક્તિને કે મેઇલને તમે ટ્રેસ કરીને શોધી ના શકો. આજકાલ નેટ પર મિશન ઈમ્પોસિબલ જેવી મેઇલ સેવાઓ આવે છે. તમે કોઈકને મેઇલ કરો અને તે વાંચે ત્યારબાદ આપોઆપ મેઇલની લિન્ક ડિલીટ થઈ જતી હોય છે.
૫. તમારી માહિતી માંગતા કોઈ પણ મેઇલને ધ્યાનપૂર્વક ખાતરી કર્યા બાદ જ જવાબ આપો, કેમ કે તમારા જેવા લોકોની માહિતી ભેગી કરીને આ ક્રેકર (ઓનલાઈન ચોર) લોકો ઓનલાઈન માર્કેટિંગ માટે વિવિધ કંપનીઓને ડેટાબેઝ ઊંચી કિંમતે વેચાતા હોય છે.
૬. સોશિયલ સાઈટ્સ પર અજાણી વ્યકિતઓ સાથે મિત્રતા કેળવતા પહેલા ખાસ ધ્યાન રાખો. સાયબર કાફેનો ઉપયોગ કરતી વખતે પાસર્વડ સેવ ન થઈ જાય તે જુઓ.                                         
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid