techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 3 July 2013

સ્કાય ડ્રાઇવ એપ્લિકેશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
સામાન્ય રીતે એવું ઘણી વાર થાય છે કે ફોનનું મેમરી કાર્ડ ભરાઈ જાય. આવું મોટાભાગના જૂના ફોનમાં થતું હોય છે. જેમાં ૧ જીબીથી ૮ જીબીનાં મેમરી કાર્ડ સપોર્ટ હોય. ઘણા લોકોનો વ્યવસાય માર્કેટિંગ કે સેલ્સનો હોય છે. તેમજ આ પ્રકારના લોકોને અવારનવાર જુદી જુદી જગ્યાએ બહાર જવાનું થતું હોય છે. આ લોકોએ જરૂર પ્રમાણેના ફોટા, વીડિયો, પ્રવાસ દરમિયાન સાંભળવા માટેનાં ગીતો પણ મેમરી કાર્ડમાં સ્ટોર કરેલાં હોય છે. આ સિવાય કેટલાક નવા ફોનમાં ઇન્ટરનલ મેમરી આપવામાં આવે છે, જે મોટાભાગે વિન્ડોસ પર ચાલતા ફોન હોય છે, પણ આવા દરેક ફોનમાં જો મેમરી ભરાઈ જાય તો ફોન હેન્ગ થતો કે ધીમો પડી જતો માલૂમ પડે છે. આના વિકલ્પ તરીકે સ્કાય ડ્રાઇવ એપ બજારમાં આવી છે. જોકે સ્કાય ડ્રાઇવની શરૂઆત કરનાર અગ્રણી કંપની માઇક્રોસોફટ છે, તેથી જ તેને માઇક્રોસોફટ સ્કાય ડ્રાઇવ પણ કહેવામાં આવે છ. સ્કાય ડ્રાઇવ એપ એ જીપીઆરએસના માધ્યમથી તમારા ફોનની માહિતીને એક મેમરી તરીકે ઇન્ટરનેટ પર બેકઅપ કરે છે, જેથી માહિતીનો જ્યારે તમારે ઉપયોગ કરવો હોય તો તમે નેટ પર પોતાના પાસવર્ડ પ્રોટેક્ટેડ એકાઉન્ટમાંથી મેળવી શકો છો. આ સિસ્ટમ ક્લાઉડ ટેક્નોલોજી પર ચાલે છે.

શું છે ક્લાઉડ સિસ્ટમ?
ક્લાઉડ સિસ્ટમ એ નવી ટેક્નોલોજીના કમ્પ્યુટર સોફટવેરથી જુદાં જુદાં કમ્પ્યુટર પર વહેંચીને બનાવેલી સિસ્ટમ છે. ચોક્કસ રીતે ક્લાઉડના સોફટવેરને કમ્પ્યુટરમાં કે મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કર્યા પછી તેનો ઉપયોગ શક્ય છે. થોડા સમય પહેલાં કમ્પ્યુટરમાં અગત્યની ફાઇલ મૂકી હોય અને તે કોઈ પણ કારણસર ડિલીટ થઈ જાય તો તેનો કોઈ તાત્કાલિક ઉપયોગ રહેતો નથી. હવે ક્લાઉડ સિસ્ટમને લીધે ફાઇલ્સ જુદાં જુદાં વર્ઝનથી (જે તે તારીખ, વાર, સમય, વર્ષ)ની માહિતી મુજબ સેવ થાય છે. જેથી ઉપયોગી માહિતીના સ્ટોરેજ માટે વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ પોતાનાં કમ્પ્યુટર, ટેબલેટ કે ફોનને ક્લાઉડથી સજ્જ કરે છે. કોઈ કમ્પ્યુટરની હાર્ડડિસ્ક ખરાબ થાય કે મોબાઇલ ફોન ખરાબ થાય ત્યારે મેમરી કાર્ડ પર આવેલી માહિતી પણ ઘણી વાર નાશ પામે છે, પણ ક્લાઉડ ઇન્ટરનેટના માધ્યમથી ચાલતું હોવાથી તેમાં મૂકેલી માહિતી મોબાઇલ ફોન, એપ કે કમ્પ્યુટરના સોફ્ટવેર દ્વારા ઇન્ટરનેટના સ્ટોરેજમાં સંગ્રહ પામે છે. તેમજ આ માહિતીને તમે મોબાઇલ ફોન બેન્કિંગની જેમ જ જરૂર પડયે ફોનથી જ ટ્રાન્સફર કરી શકો છો. આ સિસ્ટમ અત્યંત સિક્યોર છે. આજકાલ પ્રીમિયમ (પૈસાથી) ક્લાઉડ બેકઅપ આપનાર સંસ્થાઓ પણ ગુજરાતમાં પ્રવેશી છે, જે સેવા અત્યાર સુધી ફક્ત વિદેશમાં જ મળતી હતી. આ સંસ્થાઓ એવી સેવા આપે છે કે જેથી ભૂલથી કમ્પ્યુટર પર ડિલીટ થયેલી માહિતી પણ દિવસ, કલાકો કે મિનિટો પ્રમાણે પાછી મળી રહે છે. ૨૫૦ જીબીથી અનેક ટેરાબાઇટ સુધીની માહિતી ઓછા પૈસે આ કંપનીઓ ક્લાઉડ બેકઅપ કરી આપે છે. કોઈ હાર્ડવેર કરતાં આ સિસ્ટમ વધારે સુંદર રીતે કાર્ય કરે છે.
સ્કાય ડ્રાઇવ ક્લાઉડ એપનો ઉપયોગ
એન્ડ્રોઇડ, આઈફોન (આઇઓએસ), વિન્ડોસ અને સંબિયન ફોન, આ બધી સિસ્ટમમાં સ્કાય ડ્રાઇવની એપ ઉતારી શકાય છે. ભાગ્યે જ કોઈક બહુ જૂની ટેક્નોલોજીનો ફોન હોય તો જ આ એપ કદાચ કામ કરતી નથી. અન્ય બધા ફોનમાં આ સિસ્ટમ કાર્ય કરે છે. મોટાભાગે આ એપને ડાઉનલોડ કર્યા બાદ ફોનમાં એનું એકાઉન્ટ ઓનલાઇન રજિસ્ટર કરવું પડે છે. જો માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ હોય તો સીધો જ આ એપમાં તેનો આઈડી પાસવર્ડ નાખીને ઉપયોગ કરવો શક્ય બને છે. ફોનની માહિતીને સ્કાય ડ્રાઇવમાં જીઅહષ્ઠ કરવું શક્ય છે અને સ્કાય ડ્રાઇવ ૭ જીબી સુધી મફત સેવા પૂરી પાડે છે. વધારે મેમરી સ્પેસની જરૂર હોય તો પ્રીમિયમ એપ પૈસા ચૂકવીને લઈ શકાય છે.
આમ તો માર્કેટમાં ઘણી બધી એપ્લિકેશન હોય છે, પણ કમ્પ્યુટર, ટેબલેટ કે ફોનમાં ચાલતી આ એપ માઇક્રોસોફ્ટના ભરોસા સાથે આવે છે, તેથી તેનું આગવું મહત્ત્વ છે.
નોધ : ફોનમાં જીપીઆરએસ હોવું જરૂરી છે. ફોનમાં સ્કાય ડ્રાઇવ નાખ્યા પછી લોગિન કરી રાખવું પડે છે. 
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid