techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 2 April 2014

ફોનના વાઇફાઇ હોટસ્પોટને સિક્યોર કરતી ફોન એપ્લિકેશન


ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
 
આજે વાઇફાઇ સિસ્ટમનો ઉપયોગ વધ્યો છે. કેટલીક ખાણીપીણીની જગ્યાએ તો ફોન અને લેપટોપ સાથે વાઇફાઇ કનેક્શન દ્વારા ઇન્ટરનેટ ફ્રીમાં ઉપયોગ કરવાનું પ્રલોભન આપવામા આવે છે. શહેરમાં કેટલીક જગ્યાઓ પર વાઇફાઇ ઝોન પણ સિક્યોરિટી સિવાયના છે. વાઇફાઇ નેટવર્કના પાસવર્ડને ખોલવા અને તેને એકસેસ કરવા માટે પાયરેટેડ હેકિંગ સોફટવેરની સીડીઓ સહેલાઇથી ડુપ્લિકેટ સીડીની લારીઓ પર મળી રહે છે. આવા સમયે પોતાના ફોનને સિક્યોર રાખવા અગત્યની એપ્લિકેશન બજારમાં આવી છે. આ એપનું નામ છે હોટસ્પોટ શિલ્ડ. આ એપ્લિકેશન ફોનને વાઇફાઇ ઝોનમાં ફોનહેકિંગ સામે રક્ષણ આપે છે.

કેવી રીતે મહત્ત્વની છે આ એપ?
સામાન્ય રીતે ફાસ્ટફૂડના બજાર કે મોલ જ્યાં વાઇફાઇ ઝોન ગ્રાહકો માટે ખુલ્લો મૂકવામાં આવે છે. આવી જગ્યાએ ગ્રાહક કે સામાન્ય વ્યક્તિઓ ફોન, ટેબ, લેપટોપ દ્વારા ફ્રી નેટનો ઉપયોગ કરે છે. આવી જગ્યાએ વાઇફાઇને કનેક્ટ કરવા ફોનને ટેકનિકલ રીતે એક પાસવર્ડ આપવામા આવે છે. ત્યારબાદ ફોનમાં કનેક્શન મળ્યા બાદ સહેલાઇથી નેટનો ઉપયોગ કરી શકાય છે. પણ વાત અહીંયાં અટકતી નથી. વાઇફાઇ ઝોનમાં કનેક્ટ કર્યા બાદ ફોનની માહિતી જે તે હોટસ્પોટ વાઇફાઇ નેટવર્ક ઓપરેટર જોઇ શકે છે. ફોનમાં અમુક ઓપ્શન ફોનને નેટવર્કમા ઓપન કરી દેતા હોય છે. વળી દરેક ડિવાઇસ જે ઇન્ટરનેટ નેટવર્કમાં કનેક્ટ થાય તેનું ચોક્કસ આઇ.પી એડ્રેસ હોય છે. એક વાર ફોનનું આઇ.પી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ જાહેર સ્થળે નેટ વાપરતા જાહેર થઇ જાય છે. નંબર પબ્લિકમાં જાહેર થઇ જાય અને નેટસર્વિસ પ્રોવાઇડર કે ફોનની સીમકાર્ડ પ્રોવાઇડર કંપની ફોનમાં ડાયનેમિક આઇ.પી નંબર આપતી ના હોય ત્યારે ફોનને આઇ.પી નંબર લોકેશન ટ્રેસ કરી શકાય છે. આ સિવાય ફોનને કે ટેબને વાઇફાઇ નેટવર્કમાંથી ચોરી (હેક) થવાનો ભય રહે છે. બદલાતા સમય સાથે કોમ્પ્યુટરનું સ્થાન સ્માર્ટ ફોને લીધું છે માટે સિક્યોરિટી રિસ્ક ફોનમાં ઓછું હોવાને લીધે હેકર્સ માટે ફોન સોફટ ટાર્ગેટ બન્યા છે ત્યારે આ એપ ફોનને સિક્યોર રાખવા ઉપયોગી છે. 

કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?
આ એપ્લિકેશન અન્ય એપ્લિકેશનની જેમ જ સહેલાઇથી ઇન્સ્ટોલ કરી શકાય છે. તેમજ આ એપ્લિકેશન ગૂગલ માર્કેટ અને ગૂગલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ વાઇફાઇ એનેબલ્ડ એનડ્રોઇડ ફોનમાં સહેલાઇથી ઇન્સ્ટોલ થઇ જાય છે. વાઇફાઇ એનેબલ્ડ એનડ્રોઇડ વર્ઝન ૨.૦થી ૪.૦ સુધી આ એપ સપોર્ટ કરે છે. આ એપનું આઇફોન વર્ઝન પણ ઉપલબ્ધ છે. http://www.hsselite.com/sign-up ઉપલબ્ધ લિન્ક પર આઇફોનને રજિસ્ટર કરવો પડે છે. 

આ એપનો ઉપયોગ કેવી રીતે કરશો ?
 CNET, PC WORLD, CNN and PC Magazine જેવી મહત્ત્વની કંપનીઓ આ એપને વખાણે છે. કેટલાક નવા ફોનને બીજા એકથી વધારે ફોન સાથે વાઇફાઇથી કનેક્ટ કરી શકાય છે. આવાં ફોન કનેક્શન દરમિયાન સિક્યોરિટી માટે આ એપ ઉપયોગી છે. હેકરને આ એપ તમારા ફોનથી દૂર રાખે છે. આ એપ દ્વારા નેટવર્કમાં ફોન આઇ.પીને બ્લેન્ક (નંબર વગરનું )રાખી શકાય છે. જેથી ફોનને ડિવાઇસ આઇ.પીથી શોધી શકાતું નથી, તેમજ આઇ.પી વગર ટ્રેસ કરી શકાતું નથી. ફોનની એકસેસ માહિતી લોગ, કોન્ટેક્ટ, એસએમએસ પણ વાઇફાઇ પર સિક્યોર રાખે છે. આ એપ દ્વારા એકસેસમાં કોઇ પણ તકલીફ માટે  https://hsselite.zendesk.com/home દ્વારા કોઇ હેલ્પ મળી રહે છે.

નુકસાન : અમુક શાળા કે કોલેજની જગ્યાએ બોર્ડ લખેલું હોય છે કે આ વાઇફાઇ ઝોન છે. પણ કેટલીક વાર તેઓ નેટમાં YouTube, Facebook, Hulu, Netflix, BBC પણ તેઓ જેવી હાઈ બેન્ડવિથ ઇન્ટરનેટ સાઇટો લોક રાખે છે. આ સાઇટોનો ઉપયોગ આ એપ્લિકેશન ખોલી આપે છે. માટે બાળકોને એપ લોકર સાથે આ એપ લોક કરીને જ ટેબ આપી શકાય છે. આ એપનો ઉપયોગ ફક્ત વાઇફાઇ સાથે શક્ય છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid