techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 2 April 2014

Homestyler - ઘરસજાવટની ફોન એપ્લીકેશન


ટેક-ટોનિક - સ્મિથ સોલેસ

દરેક વ્યક્તિને પોતાનું ઘર પ્રિય હોય છે. પોતાના ઘરને સુંદર અને સુશોભિત રાખવાનું પણ તેમને ગમતું હોય છે. હવે બજારમાં એવી એપ્લિકેશન આવી છે, જે ઘરને સુશોભિત રાખવા મદદ કરે છે. Homestyler Interior Design Application for Iphone and Android એ હોમસ્ટાઇલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન છેં Autodesk  કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન આઇફોન, આઇપેડ અને એન્ડ્રોઇડ અને એન્ડ્રોઇડ ટેબને સપોર્ટ કરે છે. આ એપ કોઈ પણ એન્ડ્રોઇડ સિસ્ટમ ૩.૦થી ઉપરની એન્ડ્રોઇડ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપ્લિકેશનનું આ ૧.૩.૧.૪.૧૦૮મું વર્ઝન છે. આ એપને ૧૫૨૩૬થી વધારે લોકોએ પસંદ કરી છે. ૪.૧ સ્ટાર રેટિંગ સાથેની આ એપ્લિકેશન એન્ડ્રોઇડ સિસ્ટમના ફોન પર ૨૬ એમબી સ્પેસ રોકે છે.

કેવી રીતે કામ કરશે ?
સૌ પ્રથમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ પોતાના ઈ-મેઇલ એકાઉન્ટ દ્વારા રજિસ્ટર થવું જરૃરી છે. ત્યારબાદ નવી સ્નેપ ઇન લઈને એટલે કે રૃમનો નવો ફોટો ઉમેરીને કે આપેલા તૈયાર ત્રિપરિમાણવાળા ખાલી રૃમના ફોટોમાંથી ચોક્કસ ફોટો લઈ શકાય. તેમાં રૃમની ઊંચાઈ અને લંબાઈ પ્રમાણેના સેટિંગ ઓપ્શનમા જઈને ઊંચાઈ, લંબાઈને લગતી જરૃરી માહિતી ઉમેરવી પડે છે. ત્યારબાદ કેટલોગ ઓપ્શનનો ઉપયોગ કરીને ૩ડી મોડેલરૃમમાં વધુ ડેકોરેશન ર્ફિનચર, સાધનો, ડેકોરેશનનો સામાન વગેરે ઉમેરી શકાય છે. તેનો ફોટો કે ડિઝાઇનને ફેસબુક કે ટ્વિટર પર મૂકી શકાય તેમજ ઈ-મેઇલમાં શેર કરીને ડિઝાઇનની પ્રિન્ટ પણ કાઢી શકાય છે.

ઉપયોગિતા-ફાયદાઓ
હોમસ્ટાઇલર ઇન્ટીરિયર ડિઝાઇનર એપ્લિકેશન કેટલોગ ઓપ્શનમાં વિવિધ ઘર ડેકોરેશનની વસ્તુઓનું લિસ્ટ આપેલું હોય છે. તેમાંથી જરૃર મુજબની ઘરસજાવટની વસ્તુઓ કે એન્ટિક્સને વર્ચ્યુઅલ ઘરમાં ગોઠવીને જોઈ શકાય છે. અલગ અલગ પ્રકારની થ્રીડી કે ૨ડી ઘરના રૃમ જેવી ગોઠવણ કરીને દીવાલ પરના રંગો ઉપરાંત જુદા જુદા રંગોના શેડ ગોઠવી શકાય છે. ૩ડી ડિઝાઇનમાં દીવાલ ઉપર જરૃર મુજબની કલર પેટર્ન પણ મૂકી શકાય છે. ઘરમાં પાથરવા માટેના ગાલીચાથી લઈને અન્ય બધી વસ્તુઓ કોઈ ઓનલાઇન શોપિંગ કરીને લાવ્યા હોય તે રીતે ફોનની સ્ક્રીન પર જ વર્ચ્યુઅલ ઘરમાં ગોઠવીને જોઈ શકાય છે. એક નિપુણતા ભરેલા ઇજનેરની જેમ ફોનમાં નવી ડિઝાઇન અને ઘર માટેની પ્રોપર્ટી લઈને વિવિધ કલાત્મક ઘર ડેકોરેશન કરી શકાય છે. આ એપ્લિકેશનમાં ર્ફિનચર કે ગાલીચા સુધી ૩ડી વ્યૂ દેખાતો હોવાથી ડેકોરેશન કે ગોઠવણનો ચોક્કસ અંદાજ આવી જાય છે, એટલે સુધી કે ભોંયતળિયા માટેના પણ ડેકોરેશન ઓપ્શન હોય છે. આ કલાત્મક ડેકોરેશનને ફેસબુક કે ટ્વિટર પર શેર કરીને મૂકી શકાય. મેઇલ કરીને અથવા પ્રિન્ટ દ્વારા અન્ય એક્સપર્ટની સલાહ લઈ શકાય. સારી રીતે ઉપયોગ માટે આઇપેડ કે એન્ડ્રોઇડ ટેબ વાપરી શકાય છે. અગત્યની બાબત કે જેટલા રૃપિયા ખર્ચીને વધારે ઓપ્શન ધરાવતં મોડલ ન બને, તેનાથી પણ સહેલી રીતે આ એપમાં મોડલ બનાવી શકાય છે. અલબત્ત, આ એપના ઉપયોગ માટે જીપીઆરએસ ઓન હોવું જરૃરી છે. વધુ માહિતી માટે રંૅ://.ર્રદ્બીજંઅઙ્મીિ.ર્ષ્ઠદ્બ/ વેબસાઇટ જોઈ શકાય. આ સિવાય યુ ટયૂબ પર આ એપને સર્ચ કરતાં વીડિયો જોઈ શકો.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid