techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 2 April 2014

લિંક ટુ એસ ડી પલ્સ એપ્લિકેશન


ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
 
ફોન એપ્લિકેશનને ફોનના મેમરી કાર્ડમાં ટ્રાન્સફર કરતી એપ્લિકેશન
આજે દરેક ત્રીજા એન્ડ્રોઇડ ઉપયોગકર્તાને ફરિયાદ હોય છે. ફોનની ઇન્ટરનલ મેમરી વારેઘડીયે ફુલ થઈ જાય છે. આ તકલીફોના સમાધાન તરીકે લિંક ટુ એસ ડી પલ્સ એપ્લિકેશન લોન્ચ થઈ છે. આ એપ્લિકેશન ફોનના મેમરી કાર્ડને ફોનની ઇન્ટર્નલ મેમરી સાથે જોડીને ફોનની ઇન્ટર્નલ મેમરીની માહિતીને ફોનના એસ ડી કાર્ડમાં ટ્રાન્સફર કરે છે. આવું કરવાથી ફોનમાં ઇન્ટર્નલ મેમરી સ્પેસ જળવાઈ રહે છે. સામાન્ય રીતે ફોનમાં બધી એપ્લિકેશન ઇન્ટર્નલ મેમરીમાં સેવ થતી હોય છે, કેમ કે જ્યારે પણ ફોનના એસ ડી કાર્ડને જરૂરી માહિતીના ઉપયોગ બાદ સાફ કરવામાં કે ફોર્મેટ કરવામા આવે ત્યારે એપ્લિકેશન સિસ્ટમની માહિતી ડિલીટ ન થઈ જાય. જેમ જેમ નવી એપ્લિકેશન ઉમેરાય તેમ નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જગ્યા રહેતી હોતી નથી. રૂટ કરેલા ફોનમાં ફોન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા બાદ એપ્લિકેશન બ્રાઉઝર ઓપન થાય છે. ત્યારબાદ સિલેક્ટ કરીને ફાઇલોને એસ ડી કાર્ડમાં મૂવ કરી શકાય છે. લિંક ટુ એસ ડી પલ્સ એપ્લિકેશન ૫૭૬, ૨૪૦ જેટલા લોકો દ્વારા ૫ સ્ટાર મેળવી ચૂકેલી એપ્લિકેશન છે. જ્યારે ૪૧૫, ૬૫૧ લોકોએ ૪ સ્ટાર અને ૩૫, ૯૮૯ લોકોએ ૩ સ્ટાર આપેલા છે. ગૂગલ માર્કેટમાં ૪.૪ રેટિંગ સાથે આ એપ્લિકેશન ૧૦૬૫૫૩ વાર ડાઉનલોડ થઈ છે. આ સિવાય ૭૨૮૨૯થી વધારે લોકો આ એપ્લિકેશનને ઉપયોગ કરવાની સલાહ આપે છે. કોઈ પણ ૨.૦ and up વર્ઝન એન્ડ્રોઇડ સિસ્ટમને આ એપ્લિકેશન સપોર્ટ કરે છે. આ એપ્લિકેશનને ગૂગલ માર્કેટ પરથી મફત ડાઉનલોડ કરી શકાય છે.
કેવી રીતે ઉપયોગમાં છે?
એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ તેને ઓપન કરતાં ફોનમાં અગાઉથી ઇન્સ્ટોલ થયેલી બધી એપ્લિકેશનની સૂચિ જોઈ શકાય છે. મોટી સાઇઝની હોય અને વધારે જગ્યા રોકતી હોય તે ફાઇલોને એસ ડી કાર્ડમાં મૂવ કરી શકાય. રિફ્રેશ, રિલિંક જેવા ઓપ્શન પણ હોય છે. ક્લિયર ઓલ એપ કે ક્લિયર કેસના ઉપયોગ દ્વારા ઉપયોગી ન હોય તેવો ડેટા સાફ કરી શકાય છે. એપ સેટિંગમાં રિમૂવ કે રિક્રિએટ લિંકનો ઓપ્શન હોય છે, જે દ્વારા લિંક કરેલાં ફોલ્ડર કે ફાઇલને ફોનમાં અન્ય જગ્યાએ ફેરવી શકાય. આ એપ્લિકેશનના ઉપયોગ માટે જી.પી.આર.એસ. જરૂરી નથી, ફક્ત ઇન્સ્ટોલ કરતી વખતે જી.પી.આર.એસ. જોઈએ.
આ એપ્લિકેશન apk, dex and lib files ને ક્રિએટ કે રિમૂવ કરી શકે છે. નવી એપને તરત જ આ એપ્લિકેશન બ્રાઉઝરમાં ઉમેરે છે. જે ઝડપથી ટ્રાન્સફર ના થતી હોય તેને પણ ફોર્સ ટ્રાન્સફર ઓપ્શનથી ટ્રાન્સફર કરી શકાય છે. જેમ આ એપ્લિકેશનથી કોઈ પણ એપ ફોન ટુ એસ ડી કાર્ડમાં મૂવ થાય એમ એસ ડી કાર્ડમાંથી ફોનમાં પણ કરી શકાય છે. ફોનમાં અનલિંક, રિઇન્સ્ટોલ, સિવાય મૂવ ટુ ફોન ફંક્શન આપવામાં આવેલાં છે. ચોક્કસ એપ્લિકેશનને રોકવા માટે પણ Freeze and un-freeze system ઓપ્શન હોય છે. આ એપ્લિકેશન ૩૫થી વધારે ભાષાને સપોર્ટ કરે છે. આ એપ્લિકેશનમાં જાહેરાતો આવતી નથી. જ્યારે આજકાલ મોટાભાગની ફ્રી એપ્લિકેશનમાં જાહેરાતો હોય છે.

0 comments:

Post a Comment

Get Paid