techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 2 April 2014

DJ Studio 5 એટલે સંગીત સાથે ક્રિએટિવિટી!


ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
 
ભોજનની થાળી જેવી દેખાતી બે પ્લેટને ડ્રેગ કરીને એટલે કે આગળ કે પાછળ તરફ ખસેડીને મ્યુઝિકમાં પ્લે બેક જેવી ઇફેક્ટ નાખી શકાય છે. તેમાંથી પૈસા પણ કમાવી શકાય છે
મુસાફરીમાં જતાં હંમેશાં મોબાઇલ ફોન એક સારા મિત્ર તરીકેની ફરજ બજાવે છે. બજારમાં આજે એવી એપ્લિકેશન પણ છે જે મોબાઇલ ફોનમાં નવી ક્રિએટિવિટી સાથે કેટલીક વાર પૈસા પણ કમાઈ આપે છે. આ એપનું નામ છે ડીજે સ્ટુડિયો એપ.
ગૂગલ માર્કેટ પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. કમ્પ્યૂટરથી ઇન્સ્ટોલેશન કરવા માટે નેટ પર મોબાઇલ નાઇન ડોટ કોમ જેવી વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે, પણ આ એપ્લિકેશન ફ્રી એપ કેટેગરીમાં આવે છે. તેમજ આ એપ એન્ડ્રોઇડ ૨.૨થી ઉપરના વર્ઝન ધરાવતા ફોનને સપોર્ટ કરે છે. અન્ય ફોન માટે Cross DJ પ્રીમિયમ પેડ એપનો ઉપયોગ કરી શકો.
કઈ રીતે કામ કરે છે?
આ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવા માટે રજિસ્ટર કરવું પડે છે, પણ આ એપ તદ્દન ફ્રી છે અને રજિસ્ટર કરવાનો ચાર્જ પણ આપવો પડતો નથી. ઇન્સ્ટોલ કરવા માટે નેટ પરથી આ એપ્લિકેશનની ફાઇલ ઉતારી શકાય છે. ઇન્સ્ટોલ કરીને ફોનમાં આ એપ્લિકેશન ઓપન કરતાં ઘણા બધા ઓપ્શન જેવા કે ૨ વર્ચ્યુઅલ virtual turntables with cross fader દેખાય છે. આ સિવાય સંગીત કે ગીતોની ફાઇલોને ઓપન કરવાના ઓપ્શન આપેલા હોય છે. ઓપ્શનમાંથી જે તે ગીતો સિલેક્ટ કરીને તેને ડીજેના પ્લેયરમાં પ્લે કરી શકાય છે. એક ગીત વાગતું હોય તે દરમિયાન જ ગીતમાં વિવિધ મ્યુઝિક લૂપ ઓપ્શનનો ઉપયોગ કરી શકાય છે. આ લૂપ ઓપ્શન અન્ય સિલેક્ટેડ ગીતના સંગીતમાંથી અમુક ચોક્કસ ભાગને પ્લેયર પર વગાડે છે. વાગતાં પ્રથમ ગીત સાથે આ લૂપ સોંગ વાગવા લાગે છે. ડીજે ગીત બનાવવાના નિયમ મુજબ એક ગીતને મિક્સ કરવા માટે બીજું ગીત એ જ લય કે તાલ સાથે વાગવું જોઈએ. માટે એ લય મુજબ પ્લે થતું ગીત એકદમ સ્ટોપ થઈને બીજું ગીત ન વાગે એ ડીજેએ ધ્યાન રાખવાનું હોય છે. આ માટે ગીતને મિક્સ કરવા ડીજે ફોન એપમાંથી ઓપ્શન સિલેક્ટ કરીને ગીતના લય કે બીટને બીજા ગીત સાથે મેચ કરે છે. ભોજનની થાળી જેવી દેખાતી બે પ્લેટને ડ્રેગ કરીને એટલે કે આગળ કે પાછળ તરફ ખસેડીને મ્યુઝિકમાં પ્લે બેક જેવી ઇફેક્ટ નાખી શકાય છે. વધારાના ઓપ્શનમાં Flanger, Phaser, Gate, Reverb, Bit crusher, 3D, Brake and Flipping Double વગેરે સાઉન્ડ ઇફેક્ટ મિક્સર આપેલા હોય છે.
ઉપયોગિતા
અમુક પાર્ટી કે ડિસ્કો થેકમાં દર વખતે જુદાં જુદાં ગીતો પર ડીજે ગીત વગાડવો પડે છે. આવા સમયે ડીજે કે અમુક મ્યુઝિક કંપનીઓ શોધીને અમુક ડીજે ગીતો ખરીદી લેતા હોય છે. પોતાનાં ગીતોના ડીજે ગીતો બનાવીને નેટ પર યુ ટયૂબ પર મૂકી શકાય અથવા સંગીતને મિક્સ કરીને નવાં ગીતોની રચના કરી શકાય છે. ઇન્ટરનેટ પર બ્લોગ કે પોડકાસ્ટ કરીને મ્યુઝિક પ્લે કરવાથી પોતાના બ્લોગ કે વેબસાઇટ પર વાચકોનું આકર્ષણ વધારી શકાય છે. આ રીતે વેબસાઇટ હિટ્સ વધવાથી વેબસાઇટ પર જાહેરાતો મૂકીને પણ ઘણાં લોકો સારી એવી રકમ મેળવી લેતા હોય છે. બોલિવૂડ ગીતોના ઓરિજિનલ કોપી રાઇટ્સ ખરીદ્યા વગર મૂળ બોલિવૂડ ગીતોને વેચવા પર સરકારી પ્રતિબંધ છે, પણ શોખ માટે પોતાના સ્વયંરચિત ગુજરાતી ગીતો કે અન્ય પોતાનાં ગીતોને મિક્સ કરી શકો છો.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid