techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 2 April 2014

ઓપેરા મિનિ બ્રાઉઝર એપ્લિકેશન


ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
 
આજના ઇન્સ્ટન્ટ યુગમાં લગભગ દરેક જરૂરિયાત માટેનું સમાધાન ઇન્ટરનેટ બની ગયું છે. ખરીદીથી લઈને પોતાના બેન્ક એકાઉન્ટ સુધી ઇન્ટરનેટ જરૂરિયાતનું આગવું સાધન બની ગયું છે. આજે એમ કહી શકાય કે કમ્પ્યૂટર સાક્ષર થવાની સાથે દરેક વ્યક્તિએ ઇન્ટરનેટ સાક્ષર થવું પડે છે. પોતાના મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ હોય તો અનેક કામ શક્ય બની શકે. ઉદાહરણ તરીકે મોબાઇલ ફોન રિચાર્જ કે ટીવી રિચાર્જ જ લઈ શકો છો કે પછી લાઇટ બિલ. કદાચ પ્રશ્ન થાય કે આ માટે કઈ એપ્લિકેશન બેસ્ટ છે? એ માટે ઓપેરા મિનિ બ્રાઉઝર એપ વિષે વાંચવું રહ્યું.

ઓપેરા મિનિ બ્રાઉઝર એપ્લિકેશન એટલે શું?
ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલ દરેક જગ્યાએ લોકપ્રિયતા માટે સતત સ્પર્ધામાં છે. આ રેસમાં ઓપેરા અત્યારે બાજી મારી રહ્યું છે, કેમ કે સામાન્યથી સામાન્ય ફોનમાં પણ સ્પીડની દૃષ્ટિએ આ ઓપેરા બ્રાઉઝર સારું કાર્ય કરે છે. સિવાય કે સીમ કાર્ડમાં ખરાબી હોય, સ્કેચ પડેલાં હોય અને નેટવર્ક સારું ન પકડાતું હોય તેવા ફોનમાં જ ઇન્ટરનેટ ચાલતું નથી તેવી ફરિયાદો ઊઠતી હોય છે. ઓપેરા બ્રાઉઝર એકદમ ઝડપી હોય છે માટે જ આને વર્લ્ડના સૌથી ફાસ્ટ મોબાઇલ બ્રાઉઝર તરીકે ઓળખવામાં આવે છે. આ મિનિ બ્રાઉઝરને ૨૫૦ મિલિયનથી પણ વધારે લોકો પસંદ કરે છે. કોઈ પણ વેબસાઇટ પેજ ગમે તેટલી પિક્ચર ફાઇલો કે માહિતી સાથે હોય તોપણ બ્રાઉઝરમાં થોડી સેકન્ડમાં જ પેજ ઓપન થઈ જાય છે. આ બ્રાઉઝરની ટેક્નોલોજી એડવાન્સ છે, જેમાં ઓપેરા ૯૦% સુધી વધારે અન્ય બ્રાઉઝર કરતાં ઝડપથી ડેટા મેળવી આપે છે. આ બ્રાઉઝર સરળ અને સિમ્પલ છે. સામાન્ય રીતે બીજા બ્રાઉઝરમાં એટલાં બટનો હોય છે કે કોઈ પણ ઉપયોગકર્તા આ બટન જોઈને મૂંઝવણ અનુભવે છે. આ બ્રાઉઝરમાં બીજી ફેવરિટ લિંક સેવ કરવાનાં બટનો પણ હોય છે, જેથી સ્પીડ ડાયલની જેમ જરૂરી વેબસાઇટની આખી લિંક ટાઇપ કરવી પડતી નથી. આ બ્રાઉઝરમાં ડાઉનલોડ મેનેજર આપેલું છે જેથી ડાઉનલોડ કરવું પણ સહેલું બની જાય છે. જરૂરિયાત મુજબ ગીતો, ફોટો અને અન્ય ડાઉનલોડ પણ આ એપ દ્વારા મેળવી શકાય છે.

આ ઓપેરા મિનિ બ્રાઉઝર એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી?
આ એપ્લિકેશન સહેલાઈથી જે તે ફોનના મોડલ પ્રમાણે સ્ટોર એપ્લિકેશન પરથી મળી જતી હોય છે. એન્ડ્રોઇડ ફોન પર આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે https://play.google.com/store/apps લિંકમાં જઈને ઓપેરા મિનિ શોધતાં સહેલાઈથી આ એપ મેળવી શકાય છે. અન્ય ફોનમાં તે http://www.opera.com વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

કેવી રીતે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો?
આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશનમાં જઈને આ એપ શોધી શકાય છે. ત્યાર બાદ ફોનમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ હોય તો ગૂગલ સર્ચનો ઉપયોગ કરી શકાય. આ સિવાય ફોનમાં એપ્લિકેશનના વિવિધ એડ ઓન સેટિંગ ઓન કરીને પણ જોઈ શકાય. એડ ઓન સેટિંગ એટલે કેટલીક વાર અગાઉથી એપ્લિકેશનમાં ફેસબુક ટ્વિટર અને બીજી ઉપયોગી વેબસાઇટની લિંક આપેલી હોય છે. આ લિંકને બુકમાર્ક લિંક પણ કહી શકાય, જેથી આ લિંક ટાઇપ કરવી ન પડે. આ વિવિધ વેબસાઇટનો ઉપયોગ નેટ સર્ચ કરવામાં કરી શકાય. ત્યારબાદ એપ્લિકેશન સેટિંગમાંથી એક્ઝિટ કરીને બહાર આવી શકાય છે. આ સિવાય બીજી બ્રાઉઝિંગ એપ્લિકેશન પણ આવેલી છે. જેમ કે UC Browser for Android આ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકાય. ૭.૫.૩ આ એપ્લિકેશનનું કરન્ટ વર્ઝન છે. એન્ડ્રોઇડ ફોન માટે ૧.૫થી ઉપરના વર્ઝનના ફોનને આ એપ સપોર્ટ કરે છે.

નોંધ :
આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે મોબાઇલમાં નેટ ઓન હોવું જરૂરી છે. સૌ પ્રથમ ખાતરી કરી લેવી કે ટુજી કે થ્રીજી નેટ પ્રમાણે નેટ સ્પીડમાં ફેરફાર રહેતો હોય છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid