techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 2 April 2014

નવી ભાષા શીખવા માટેની આઇફોન અને એન્ડ્રોઇડ એપ્લિકેશન Duolingo


ટેક-ટોનિક- સ્મિથ સોલેસ
 
કોઈ પણ વ્યક્તિના માનસિક વિકાસ માટે ભાષાનું જ્ઞાાન અગત્યનો ભાગ ભજવે છે. ભાષા દરેક વ્યક્તિ માટે પોતાના જ્ઞાાન અને અભિવ્યક્તિ માટેનું માધ્યમ હોય છે. કેટલીક જગ્યાએ ઓફિસ ઇન્ટરવ્યૂમાં ભાષાના અજ્ઞાનને લીધે કેટલાક હોશિયાર યુવાનો સિલેક્ટ થતા નથી. મૂળ આઇફોન એપ્લિકેશન બજારમાં આવેલી એક એપ્લિકેશનનું લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન ૨૦૧૪ના જાન્યુઆરીની ૩૦ તારીખે લોન્ચ થયું છે. આ એપ્લિકેશન એટલે Duolingo ફ્રી લેન્ગવેજ એપ્લિકેશન. આ એપ્લિકેશનને ૨૦૧૩માં આઇફોન દ્વારા બેસ્ટ શિક્ષણ આપતી એપ ઓફ ધ યર તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેને ગૂગલ દ્વારા પણ બેસ્ટ ઓફ ધ બેસ્ટ તરીકે સિલેક્ટ કરવામાં આવી હતી.
Duolingo કઈ રીતે ડાઉનલોડ કરી શકાય?
આ એપ્લિકેશન એપલ સ્ટોર અને ગૂગલ સ્ટોર પર સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય છે. અન્ય સ્ટોર પરથી પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ પર સર્ચ કરીને આ એપ્લિકેશનનું એન્ડ્રોઇડ કે એપલ વર્ઝન ફોન મુજબ ડાઉનલોડ કરી શકાય છે. આ એપ એપલ ઓપરેટિંગ સિસ્ટમના બધા ફોન તેમજ એન્ડ્રોઇડ ફોનની ૨.૨થી ઉપરની બધી સિસ્ટમના એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે.
Duoling ઉપયોગમાં લેવાની પદ્ધતિ
એપ્લિકેશન રજિસ્ટ્રેશન માટે પોતાના ઈ-મેઇલ આઇડીની માહિતી ભરવી જરૂરી છે. રજિસ્ટર કર્યા બાદ ઉપયોગકર્તાને આઇડી-પાસવર્ડ એપ્લિકેશનમાં જઈને લેન્ગવેજ સિલેક્ટ કરીને કોર્સ શરૂ કરી શકે છે. એપમાં વિવિધ ચિત્રો સાથે તે ચિત્રો, વસ્તુઓ અને આંકડાને લગતી માહિતી આપેલી હોય છે. આ પ્રમાણે કોઈક શબ્દોની વીડિયો ગેઇમ રમતા હોઈએ એવું પ્રથમ લાગે છે. જેમ જેમ યોગ્ય માહિતી શીખ્યા બાદ અમુક ચોક્કસ સ્ટેજ મુજબ રિવોર્ડ પોઇન્ટ્સ આપવામાં આવે છે.
એપ્લિકેશનની ઉપયોગિતા
આ એપની સૌ પ્રથમ ઉપયોગિતા નવી ભાષા શીખવવાની છે. સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં શબ્દભંડોળની જરૂર હોય ત્યારે આ એપ્લિકેશન અત્યંત ઉપયોગી છે. Duoling ફ્રી લેન્ગવેજ એપ્લિકેશન Spanish, French, Germanm, Portuguese, Italina અને English જેવી ભાષાને સહેલાઈથી ૧૦૦% મફતમાં શીખવાડતી એપ્લિકેશન છે. આ એપ્લિકેશનને વિવિધ શબ્દ રમતો, વાક્યો સાથેના ટેસ્ટ સાથે જ સહેલાઈથી ચોક્કસ વિદેશી ભાષા શીખવામાં મદદ કરે છે. આ એપ્લિકેશનમાં વિવિધ ટેસ્ટ અને રમતો સરળ છે. વિદેશ જવા ભાષાની આઈ.ઈ.એલ.ટી.એસ. આપવી હોય કે સ્પેનીશ, ફ્રેન્ચ, જર્મન જેવી ભાષા શીખવી હોય તો આ એપ ઉપયોગી છે. ફોનમાં જીપીઆરએસ કનેક્ટ કરીને આ એપ્લિકેશનની મદદથી વિવિધ ભાષાઓ શીખી શકાય છે. આ એપ્લિકેશન યુનિવર્સિટી લેવલ સુધીનું ભાષાજ્ઞાન આપે છે. જે ભાષાજ્ઞાન ૩૪ કલાક અને ૧૧ અઠવાડિયાં સુધી સળંગ લેક્ચર સાંભળવા કે શીખવા જેટલું છે. સામાન્ય રીતે વિવિધ ભાષાના ક્લાસીસ ભરવા યોગ્ય સમય ન મળતો હોય ત્યારે આ એપ્લિકેશન જરૂરી છે. અભ્યાસનું માધ્યમ સુધારવાના એક પ્રયાસ તરીકે પણ આ એપ્લિકેશન ઉપયોગી છે. કોઈક ગેઇમ જે રસપ્રદ હોય અને જ્ઞાન આપતી હોય તેમ આ એપ્લિકેશનમાં વિવિધ પિક્ચર ગેઇમ્સ આપેલી હોય છે.

0 comments:

Post a Comment

Get Paid