techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 2 April 2014

હાઇક મેસેન્જર એ હાઈપ છે કે ખરેખર ઉપયોગી છે?


ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
 
હાઈક મેસેન્જરની ઉપયોગીતા અનેક છે. જો હાઇક એપ્લિકેશનને ફેસબુક અને ટ્વિટર પર કનેક્ટ કરવામાં આવે તો ૧૦૦ એસએમએસ ક્રેડિટ પણ મળતી હોય છે. આ એપ્લિકેશન ઉપયોગકર્તા દ્વારા અન્ય ફોન ઉપયોગકર્તાને ઇન્વાઇટ કરવામાં આવે ત્યારે ૨૦ રૂપિયા જેવી રકમનું બેલેન્સ જોડી આપે છે.
ઇન્સ્ટન્ટ મેસેન્જર આજકાલ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયું છે. હાઇક મેસેન્જર એપ્લિકેશન દ્વારા મેસેજિંગ અને એસએમએસ બંને થઈ શકે છે. આ એપ્લિકેશનનું ડેવલપમેન્ટ ભારતી ટેલિકોમ અને જાપાનની સોફ્ટબેંક ટેલિકોમ કંપનીએ સાથે કર્યું છે.
કેવી રીતે ઇન્સ્ટોલ કરશો?
અન્ય સામાન્ય એપના ઇન્સ્ટોલેશનની જેમ આ એપ્લિકેશન ગૂગલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ માર્કેટ કે ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશનના એન્ડ્રોઇડ વર્ઝનને ડાઉનલોડ કરી શકાય છે અને તે એપલ સ્ટોર ઉપર પણ અવેલેબલ છે. હાઇક મેસેન્જરનો ગ્રાફિક ઇન્ટરફેસ સાદો અને ચોખ્ખો છે. આ એપ્લિકેશન આઇફોન અને એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે. એક વાર એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધા બાદ ફક્ત પોતાનો ફોન નંબર ઉમેરવાનો રહે છે, જ્યારે આઇફોનમાં ૬ નંબરનો એસએમએસ નંબર આપવામાં આવે છે. જેને ચોક્કસ નંબર પર ફોનથી એસએમએસ કરીને ફોનને રજિસ્ટર કરી શકાય છે. વેલકમ સ્ક્રીન પર ફોનના માલિક એટલે કે ઉપયોગકર્તાનું નામ પૂછવામાં આવે છે. ત્યારબાદ ફોન પર હાઇક મેસેન્જર રજિસ્ટર થઈ જાય છે.
ઉપયોગિતાઃ
આ એપ્લિકેશનમાં રજિસ્ટર થયા પછી ઇનબોક્સમાં મેસેજ આવે કે તમારા ફોન બેલેન્સમાં ૧૦ રૂપિયા જમા થઈ ગયા છે તો નવાઈ નહીં, કેમ કે આ એપ્લિકેશન ઉપયોગકર્તા દ્વારા અન્ય ફોન ઉપયોગકર્તાને ઇન્વાઇટ કરવામાં આવે ત્યારે ૨૦ રૂપિયા જેવી રકમનું બેલેન્સ જોડી આપે છે. આ એપ્લિકેશન ઓછા-વત્તા ૧૦૦ જેટલા એસએમએસ ફ્રી આપતી હોય છે, જેનો ઉપયોગ અન્ય મિત્ર કે ઓળખીતાઓ જે આ એપ પર રજિસ્ટર નથી તેમને મેસેજ મોકલવા કરી શકાય છે.
આ એપ્લિકેશનના ઉપયોગથી અન્ય લોકોને અત્યંત વધારે મેસેજ મોકલવામાં આવે ત્યારે જે તે એસએમએસ મોકલનારને બ્લોક કરવા માટે પણ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સિવાય જો હાઇક એપ્લિકેશનને ફેસબુક અને ટ્વિટર પર કનેક્ટ કરવામાં આવે તો ૧૦૦ એસએમએસ ક્રેડિટ પણ મળતી હોય છે. આ સિવાય એપ્લિકેશન અન્ય સારા મેસેજિંગ ઓપ્શન આપે છે. જેમ કે, ગ્રૂપ ચેટ કરી શકાય છે અને મેસેજમાં સ્માઇલી પણ મોકલી શકાય છે. મેસેજ પહોંચી ગયા પછી તરત જ ડિલિવરી, સેન્ટ કે રીડ જેવો મેસેજ આવી જતો હોય છે. વીડિયો અને ફોટો શેરિંગ પણ આ એપ્લિકેશન આપે છે. આ સિવાય આ એપ દ્વારા ૬ એમબી સુધી વીડિયો અને ઓડિયો મોકલી શકાય છે, પણ આ એપ્લિકેશન વીડિયો કોલિંગ ઓફર કરતી નથી. આ એપ્લિકેશન પર પોતાના માનીતા મિત્રોને શોધવા પણ સહેલા છે. આ એપ્લિકેશન પર સપોર્ટ માટે support@hike.in મેઇલ આઇડી આપવામાં આવ્યું છે. આ એપનું ટ્વિટર હેન્ડલ http://twitter.com/hikeapp. અને ફેસબુક લિંક http://facebook.com/hikeapp છે.
નોંધ
આ એપ્લિકેશન ઇન્સ્ટોલ અને ઉપયોગ કરવા માટે જીપીઆરએસ કનેક્ટ કરવું પડે છે. ત્યારબાદ ફોનના મોડલ અને સિસ્ટમ પ્રમાણે ૩જી કે સારી નેટ સ્પીડ ધરાવતા ફોનમાં એપ્લિકેશન સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. અગત્યની બાબત છે કે મેસેન્જર દ્વારા આપવામાં આવતી ફોન બેલેન્સની સ્કીમ એપ્લિકેશન ડેવલપમેન્ટ કંપની પર આધારિત છે, માટે સ્કીમમાં ફેરફાર થઈ શકે અથવા બેલેન્સ ન આવે તેવું પણ બની શકે, જેનો બધો આધાર એપ્લિકેશન બનાવનાર કંપની પર છે તે બાબત ધ્યાન લેવી જરૂરી છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid