techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Sunday 28 July 2013

Android PC Suit ઓલ ટાઇમ એન્ડ્રોઇડ સોલ્યુશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ

આધુનિક સમયમાં એન્ડ્રોઇડ ફોનની માર્કેટમાં ધૂમ મચી છે. એન્ડ્રોઇડની વિવિધ ખાસિયતોને લીધે તેનો વ્યાપ વધ્યો છે. ગૂગલે લાખોની સંખ્યામાં વિવિધ એન્ડ્રોઇડ એપ માર્કેટમાં મૂકી છે, પણ પોતાની પાસે ફક્ત એડવાન્સ ફોન હોવો એ પૂરતું નથી, ફોનને વ્યવસ્થિત રીતે મેનેજ પણ કરવો જરૂરી છે. ફોનને મેનેજ કરીને સારી રીતે ઉપયોગમાં લઈ શકાય? આવા ઘણા પ્રશ્નોનો ઉકેલ એક પીસી સ્યુટના સોફટવેર દ્વારા મળે છે.

કઈ રીતે ફોનને એન્ડ્રોઇડ સ્યુટથી મેનેજ કરશો?
એન્ડ્રોઇડ સ્યુટ એટલે એવી સોફટવેર એપ્લિકેશન જે તમારા એન્ડ્રોઇડ ફોનને અપડેટ કરવાનાં વિવિધ ફંક્શન પૂરાં પાડે છે. ઉદાહરણ તરીકે ફોન નંબરને બેકઅપ તરીકે રાખવા અથવા એક ફોનના બધા જ ફોન નંબરને બીજા ફોનમાં સહેલાઈથી ટ્રાન્સફર કરવા આ પીસી સોફટવેરનો ઉપયોગ થાય છે. તમારા કોઈ પણ ફોનની કોન્ટેક્ટ નંબરની ફાઇલોને આ સ્યુટ તમારા ફોનમાં ઉમેરી આપે છે. બસ આટલું જ નહીં, બીજી તો ઘણી બધી સવલતો આ પી.સી. સ્યુટ સોફટવેરમાં આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ નવો ફોન ખરીદે ત્યારે તેને ફોન, ફોનનું ચાર્જર, ફોનનો ડેટાકેબલ સાથે આવતો હોય છે. આ ડેટા કેબલને પીસી સ્યુટ સાથેના કમ્પ્યુટરમાં કનેક્ટ કરવાથી ફોનને મેનેજ કરી શકાય છે. આઇફોન, બ્લેકબેરી, સેમસંગ, નોકિયા વગેરેના ફોનની સિસ્ટમ પ્રમાણે તેના પીસી સ્યુટ આવે છે.
ઇન્ટરનેટ પરથી વન્ડરશેર મોબાઇલગોનું પીસી સ્યુટ આવે છે. જોકે બીજા ઘણા બધા સ્યુટ આવે છે. જેમ કે, MOBILedit, Moborobo, 91PC suit, Snap pea વગેરે. પણ આ બધામાં એક બાબત ધ્યાન આપવા લાયક છે કે જે સોફટવેરનું ડેવલપમેન્ટ ચીનમાં થયું હોય તેનો ઉપયોગ કરવાથી ફોનનું સેટિંગ ચીનની લેન્ગ્વેજ એડોપ્ટ કરી લે છે. એન્ડ્રોઇડમાં વિવિધ ભાષાઓ આપેલી હોવાથી આવી મુશ્કેલી થતી હોય છે. માટે જ મૂળભાષા અંગ્રેજી હોય તેવા સોફટવેરનો ઉપયોગ કરવો હિતાવહ છે. એન્ડ્રોઇડ ફોનને કમ્પ્યુટર પર જોડયા બાદ ફોનના સેટિંગમાં જઈને યુએસબી ડિબ્ગિંગ ઓપ્શન ઓન કરવાથી તમારો ફોન તમારા કમ્પ્યુટરમાં બધા ઓપ્શન બતાવે છે. ત્યારબાદ તમે ફોનના સોફ્ટવેર વર્ઝનને અપડેટ કરવાથી લઈને *.apk એક્સ્ટેન્શનની એન્ડ્રોઇડ એપ ઇન્સ્ટોલ કરવાની પ્રોસેસ કરીને વિવિધ નવી apk એપ ફોનમાં ઉમેરી શકો છે. આ સિવાય ઘણી વાર એવું થાય કે અજાણતાં જ ફોનને પીસી સ્યુટના સોફટવેર વગર જ ફોનનાં કેબલ વડે ગીતો, વીડિયો ઉમેરતાં-કાઢતાં, ફોનની સિસ્ટમની ફાઇલો ડિલીટ થઈ જતાં ફોન બંધ થઈ જાય છે, જે આ પીસી સ્યુટને લીધે નહીં થાય. આમ સહેલાઈથી વ્યવસ્થિત રીતે ફોનને મેનેજ કરી શકાય છે. એસએમએસ, એમએમએસથી લઈને ફોનના નંબરને કમ્પ્યુટરમાં ઉતારીને સાચવી રાખી શકાય છે. કોઈપણ ફાઇલને નુકસાન કર્યા વિના આ પીસી સ્યુટની મદદથી ફોનને સારી રીતે મેનેજ કરી શકાય છે. 

0 comments:

Post a Comment

Get Paid