techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 3 July 2013

બીટી ફાઇલ મેનેજર એપથી સાવધાન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
વિચારો કે તમે તમારા મિત્રોની સાથે બેઠા છો. તમારા ફોનનો રિંગટોન વાગ્યો. બસ, તે જ સમયે તમારા મિત્રને તમારો રિંગટોન ગમી ગયો. તે મિત્રે રિંગટોન તમારી પાસે માગ્યો. હવે તમે સામાન્યતઃ બ્લૂટૂથ ઓપન કરીને તમારા મિત્રને રિંગટોન આપવા તૈયાર થયા. તે મિત્ર બ્લૂટૂથ વડે તમારા ફોનમાં જોડાયો. તમે ભોળાભાવે મિત્રને રિંગટોન આપી રહ્યાં છો, પણ તમને ખ્યાલ નથી કે તમારા મિત્રના ફોનમાં રહેલી બીટી ફાઇલ મેનેજર એપ તમારા ફોનની પ્રાઇવસીને તોડી રહી છે. રિંગટોન જેવી નાનકડી વાતે શરૂ થયેલી ઘટના તમારી જાણ બહાર આ બીટી મેનેજર એપ દ્વારા તમારા બેન્ક નંબર, કોન્ટેક્ટ નંબર, તમારા ફોટો કે અન્ય વિગતો સુધી પહોંચી જાય છે. ટૂંકમાં, બીટી મેનેજર એપ ધરાવતા ફોન સાથે કરેલું જોડાણ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. મજાક ખાતર પણ મિત્રની આવી અજમાવેલી કરામતથી સાવધાની રાખવામાં જ ભલાઈ છે.
તમે લગભગ દરરોજ મિત્રોને કે અન્યને બ્લૂટૂથ પર ગીતો કે ડેટાની આપ-લે કરતા હોવ તો આ એપનો કોઈ પણ સમયે ખોટો ઉપયોગ થઈ શકે છે. આ બલુટૂથ મેનેજર એપ જાવા પ્રોગ્રામ પર બનેલી ફોનની એપ્લિકેશન છે, જેની મદદથી તમે બીજાના એન્ડ્રોઇડથી લઈને સામ્બિયન ઓએસ કે અન્ય જાવા સિસ્ટમને સપોર્ટ કરતા ફોનની માહિતી પણ જોઈ શકો છો. આવી એપની જાણકારી દરેક સામાન્ય વ્યક્તિને હોવી જરૂરી છે, જેથી જે તે વ્યક્તિ સાવધાની રાખી શકે.
કઈ રીતે થાય દુરુપયોગ?
સૌ પ્રથમ તમારું ને તમારા મિત્રનું બ્લૂટૂથ કનેક્ટ કરવું પડે છે. ત્યારબાદ આ એપમાં જઈને BT Devicesના ઓપ્શનને ખોલો. તેમાં સર્ચ કર્યા બાદ તરત જ એપ જે તે ફોનની બધી ફાઇલો તમારા ફોનમાં બતાવે છે, તેથી તમે જેમ ઇચ્છો તેમ સામેની વ્યક્તિની માહિતી ફાઇલોને તમારા ફોનમાં લઈ શકો છો. આ એપ સહેલાઈથી ગૂગલ પર સર્ચ કરતાં મળી રહે છે. બી.ટી. ફાઇલ મેનેજર એપનો ઉપયોગ જાવા સિસ્ટમને સપોર્ટ કરતાં ફોનમાં શક્ય બને છે. આ એપની મૂળભૂત સિસ્ટમ ઇન્ટરનેટના ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ સર્વર (FTP) જેવી છે.
બીટી મેનેજરથી કઈ રીતે બચવું?
ફોનના મેમરી કાર્ડને પાસવર્ડ આપવો. ફોનમાં એન્ટિવાઇરસ એપ નાખવી. સ્માર્ટ ફોનમાં ફાઇલોને લોક કરી શકો તેવી એપ તમે ડાઉનલોડ કરી શકો. કોઈ પણ અજાણી વ્યક્તિની સાથે બ્લૂટૂથ શેર ન કરો. દરેક બ્લૂટૂથ ડિવાઈસનો સામાન્ય પાસવર્ડ ૦૦૦૦ એટલે કે ચાર શૂન્ય હોય છે. જે આવા કરામતી લોકોને જરૂરથી ખબર હોય છે. બીટી એપથી બચવા માટે તમે એન્ટિવાયરસ સોફ્ટવેર ફોનમાં નાખી શકો, જેવા કે ઈસેટનોડ ૩૨ કે અવસ્ત કે બીજા કોઈ એન્ટિવાયરસ, તમે જો વિન્ડોઝ ફોનનો ઉપયોગ કરતાં હો તો ફોન વિન્ડોઝને સપોર્ટ કરતી પ્રોટેક્શન એપનો ઉપયોગ કરી શકો. ફોનનું બ્લૂટૂથ જેટલું વધારે બને તેટલું જાહેર જગ્યાએ કે ભીડવાળી જગ્યાએ વાપરવાનું ટાળો. જો બ્લૂટૂથની જરૂર જ હોય તો સાવધાનીપૂર્વક ચોક્કસ વિશ્વવાસપાત્ર બ્લૂટૂથ ડિવાઇસને જ ફોનમાં મિક્યોર ડિવાઇસના ઓપ્શનની મદદ વડે ફોનમાં જોડાવાનું રાખો. સિક્યોર ડિવાઇસ આપવાથી ચોક્કસ વ્યક્તિ જ તમારા ફોનમાં બ્લૂટૂથથી જોડાઈ શકશે. અગત્યના બેન્કના પાસવર્ડ મેમરી કાર્ડમાં ન રાખો. તમારે પોતાની સિક્યોરિટી ખાતર હમેંશાં બને ત્યાં સુધી ફોનના બ્લૂટૂથને બંધ રાખવું. તમારા ફોનના બ્લૂટૂથ ઈયર ફોનનો સિક્યોર ડીવાઈસ તરીકે ફોનનાં બ્લૂટૂથ લીસ્ટિંગમાં સેવ કરો. જેથી અન્ય ડિવાઈસ જગ્યાને તમારા ફોન સાથે ન જોડાય. નહીં તો કદાચ તમે જાણતા ન હો તો બજારમાં આજકાલ એવા હેન્ડસફ્રી આવ્યા છે કે બીજાના ફોનને બ્લૂટૂથથી જોડાયા બાદ તેનાથી ફોન પર થતી વાતચીત સાંભળી શકાય છે. જાણીતી બ્રાંડના ઈયર પ્લગમાં આવી સગવડ આપેલી છે જેથી તમે એક સાથે ૩ ફોનને બ્લૂટૂથથી જોડી શકો જેથી વાહન પર જતાં એકથી વધારે વ્યક્તિના ફોનનો જવાબ એક વ્યક્તિ ફોન લીધા વિના આપી શકે. પણ આ જ વસ્તુનો દુરુપયોગ થતો હોય છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid