techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 3 July 2013

પોડકાસ્ટ એપનું એડિક્શન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
મોબાઈલ ફોનમાં નવીનવી શોધો અને સવલતો ઉમેરાતી જાય છે. વિવિધ નવી મોબાઈલ એપનું તો યુવાનોને એડિક્શન જ લાગ્યું છે. પહેલાંના સમયમાં ઘરે ટેલિવિઝન હોય તો ચેનલના કેબલ કનેક્શનની જરૂર પડતી. હવે આવી જ રીતે ફોનમાં જીપીઆરએસની ઈન્ટરનેટ સેવાનું ચલણ છે. ફોનમાં આજકાલ પોડકાસ્ટ આવે છે. પોડકાસ્ટ એટલે PODનો અર્થ છે Payable on Demand અને Broadcastનો અર્થ થાય છે કે જરૂરિયાત મુજબનું મનોરંજન પ્રસારિત કરવું. કોઈ ચેનલની જેમ જ ફોનમાં વિવિધ ગીતો,વીડિયો, સાથેના પ્રોગ્રામ જોઈ શકાય છે. વિવિધ વ્યક્તિ અને સંસ્થાઓ દ્વારા આ રીતે પોડકાસ્ટ કરવામાં આવે છે. આમાં મફતમાં પોડકાસ્ટ સાથે અન્ય પ્રીમિયમ એટલે કે પૈસા આપીને ચૂકવવામાં આવતી પોડકાસ્ટ પણ હોય છે. આ પોડકાસ્ટ ફોનની દૃષ્ટિએ એકદમ નવી શોધ છે. જેનો વ્યાપ પશ્ચિમ જગતમાં વધારે જોવા મળે છે અને હવે તે ભારતમાં પણ પ્રચલિત થઈ રહી છે.

પોડકાસ્ટ એડિક્ટ એપ
પોડકાસ્ટ એડિક્ટ એપની મદદથી દરેક પોડકાસ્ટનું ફોનમાં મેનેજમેન્ટ શક્ય છે. ઘણી વાર જુદી જુદી કંપનીઓ પોતાનું માર્કેટિંગ કરવા માટે પોડકાસ્ટ કરતી હોય છે. જેમ કે, Librivox, National Geographic channel, Frog pants, NPR, Revision3, Smodcast વગેરેને ઓનલાઈન પોડકાસ્ટ સાથે આ એપની મદદથી જોડાઈ શકો છો. આ માટે ફક્ત આ એપને ગૂગલ માર્કેટમાંથી પોડકાસ્ટ એડિક્ટ શબ્દો લખીને શોધ્યા બાદ તમારા ફોનમાં મફત ઉતારવાની રહે છે. આ એપના ડેવલપર દ્વારા એક અન્ય વિકલ્પ પણ મૂકવામાં આવ્યો છે કે જો અન્ય કોઈને આ એપ ડોનેટ કરવા ઇચ્છો તો ચોક્કસ કરી શકાય છે પણ તેના પર જ આ એપ ડેવલપર ચાર્જ લે છે. તે સિવાય સિવાય આ એપ તદ્દન મફત છે. વિચારો કે પોડકાસ્ટ કેટલું ઉપયોગી છે. વિજ્ઞાન પ્રમાણે જે ક્રિયામાં દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ થાય તો તે બાબત કે વિષયવસ્તુ વ્યક્તિને સીધી જ યાદ રહી જતી હોય છે. જેમ કે, ગીતો કે ફિલ્મના ડાયલોગ જલદીથી યાદ રહે છે. કોઈએ અભ્યાસ કરવા માટે વાંચન કર્યું હોય તો પણ તેના પ્રમાણમાં શિક્ષક દ્વારા વર્ગખંડમાં સાંભળેલું શિક્ષણ વધારે યાદ રહેતું હોય છે. માટે જ ફક્ત આનંદપ્રમોદ સિવાય પણ આ એપનો ઘણો સારો ઉપયોગ શિક્ષણ ક્ષેત્રે થઈ રહ્યો છે.
National Geographic channel દ્રારા પોતાની પોડકાસ્ટ શરૂ કરવામાં આવી છે. જેમાં ૩થી ૮મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાની જિજ્ઞાસાને લગતા વિવિધ પ્રશ્નો પૂછતા હોય છે. તેથી જ વિદ્યાર્થીઓ માટે નેશનલ જિઓગ્રાફિક ચેનલે પોતાની આ પોડકાસ્ટ શરૂ કરી છે. જેમાં વિવિધ પ્રાણીઓ અને વિજ્ઞાનના વિષય ઉપરાંત Photography, travel, environment, adventure, television ની માહિતી પોડકાસ્ટ ફોન પર મેળવી શકાય છે.
ESL Teacher Talk : જો અંગ્રેજી શીખવું હોય તો તમે ક્લાસીસ કે ચોપડી કે સીડીની જગ્યાએ પોડકાસ્ટ ઓપ્શનનો સદુપયોગ કરી શકો છો. કોઈક અંગ્રેજીના ક્લાસીસ જેવો જ અનુભવ થશે. આવી જ રીતે જર્મન કે અન્ય ભાષા શીખવા માટેની પોડકાસ્ટ તમને મળી જ રહેશે.
Astronomy cast: જો ગ્રહો અને નક્ષત્રોના અભ્યાસમાં રસ હોય તો આ પોડકાસ્ટ જરૂર ઉપયોગી થઈ પડશે, કેમ કે વિવિધ વૈજ્ઞાનિક રીતની Astronomy શોધો અને માહિતી આ પોડકાસ્ટમાં મેળવી શકાય છે.
How stuff works: જો મિકેનિકલ વસ્તુઓમાં રસ હોય અને તે કેવી રીતે કાર્ય કરે છે તે જાણવું હોય તો આ પોડકાસ્ટ એક સારો ઓપ્શન છે. આમાં તમને વિવિધ વિજ્ઞાન આધારિત માહિતી મળી રહેશે. આવી જ ઘણી બધી પ્રાદેશિક પોડકાસ્ટ છે જે જુદા જુદા વિષયનું મનોરંજન પૂરું પાડે છે. ફરક એટલો છે કે રેડિયોની જગ્યાએ આ એપને ફોનમાં ડાઉનલોડ કરી રેડિયો સ્ટેશનની જેમ ઉપયોગ કરી શકાય છે. પોડભારતી નામની પોડ ૭૦ના દાયકાની આજે પણ યાદ અપાવશે. વિવિધ બ્લોગ તેમજ વેબ આવી રીતે પોડકાસ્ટ કરીને પ્રસિદ્ધ થઈ રહી છે. પોડકાસ્ટનો ઉપયોગ તમારા કમ્પ્યુટર પર પણ શક્ય છે. વધારે માહિતી માટે વિકિપીડિયાનો ઉપયોગ કરી શકાય.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid