techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 3 July 2013

ગૂગલ એકાઉન્ટનું વસિયતનામું

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
વસિયતનામું એટલે શું? સામાન્ય રીતે ઘરના વડીલ પોતાની મરજીથી મિલકતનો વારસો પોતાના સ્વજનોને આપતા દસ્તાવેજ તૈયાર કરે તેને વસિયતનામું કહેવાય. ઉદાહરણ સાથે સમજીએ. દા.ત. તમારા ઘરમાં એક જ વ્યક્તિ એવી છે જે તમારા સ્નેહીજનોને કે મિત્રોને પોતાના ઈ-મેલ એકાઉન્ટથી પત્ર લખીને જોડી રાખે છે. બધા લોકો જોડે જેનો સીધો સંબંધ કે કોન્ટેક્ટ છે જ્યારે ઘરની બાકીની વ્યક્તિઓ સંબંધીઓના સંપર્કમાં નથી. હવે ભવિષ્યમાં આ વ્યક્તિ ગુજરી ગઈ. આવા સમયે તેમના એન્ડ્રોઇડ ફોનના કોન્ટેક્ટ, બધા સંબંધીની સાથે જે ફેસબુક, ટ્વિટરથી જોડાયેલા હોય તે ઈ-મેલ એકાઉન્ટની માહિતી પણ અધ્ધર થઈ જાય છે. આવી જ રીતે કોઈ વ્યાવસાયિક વ્યક્તિ પાસે જે તે કંપનીની બધી માહિતી Google Driveમાં રાખતી હોય, Google Picasa Serviceમાં કંપનીના અગત્યના ફોટોગ્રાફ્સ હોય કે વીડિયો માર્કેટિંગ માટે YouTube પર મૂકેલી VideoChannelની Service, ફોનનાં બીલ, ક્રેડિટકાર્ડનાં બીલ કે બેંકની વિગતો હોય ત્યારે જો પેલી જવાબદાર વ્યક્તિને કશુંક થાય તો મુશ્કેલી વધી શકે છે. આના સમાધાન રૂપે જ ગૂગલે વસિયતનામાં જેવા 'ગૂગલ ઇનેક્ટિવ એકાઉન્ટ મેનેજર'ની સેવા આપવાનું શરૂ કર્યું છે. ગયા મહિનામાં ગૂગલ સર્ચ એન્જિનના Andreas Tuerk નામના પ્રોડક્ટ મેનેજરે ગૂગલના ઓનલાઉન પોલિસી બ્લોગમાં આની સત્તાવાર માહિતી આપી છે. જેમાં Google Inactive AccountManager વિષે વિગતે જણાવ્યું છે.

સ્વાભાવિક છે કે જે તે માણસને પોતે ક્યારે મરણ પામશે એવી ખબર તો ન જ હોય! વળી, માણસ મર્યા પછી તો કંઈ અકાઉન્ટ ચેક કરવા આવવાનો નથી જ. એટલે ગૂગલે આવા અકાઉન્ટ્સની એક એક્સપાયરી ડેટ નક્કી કરી છે. ગૂગલે એવું નક્કી કર્યું છે કે જે તે માલિક જેનું ગૂગલ એકાઉન્ટ હોય તે જાતે ગૂગલમાં સમયસીમા નક્કી કરે. દા.ત. ૩, ૬, ૯ કે ૧૨ મહિના. મતલબ કે નક્કી કરેલી ગૂગલ સમયસીમા પછી જો જે તે વ્યક્તિ ગૂગલના આઈડીનો ઉપયોગ નહીં કરે તો તેનું અકાઉન્ટ 'ગૂગલ ઇનેક્ટિવ એકાઉન્ટ મેનેજર'માં નિયત થયાં મુજબ આપોઆપ બીજા સ્નેહીજનોને શેર થઈ જશે. જો કોઈને શેર નહીં કરવામાં આવ્યું હોય તો બીજા એક વિકલ્પ મુજબ તે આપમેળે ડીલીટ થઈ જશે. ટૂંકમાં અહીં તમે તમારા ગૂગલ અકાઉન્ટની આયુષ્ય મર્યાદા આગોતરી નક્કી કરી શકો છો અને તેનું આયુષ્ય પત્યા બાદ તેને કોને સોંપવું કે રદ કરવું તે પણ નક્કી કરી શકો છો.
ગૂગલ ઇનેક્ટિવ એકાઉન્ટ મેનેજરની પ્રક્રિયા 
હવે પ્રશ્ન એ થાય કે કેવી રીતે તમારા અકાઉન્ટની માહિતી ચોક્કસ સમય મુજબ બીજા સ્નેહીજનને કે સંબંધીને આપી દેવી અથવા તો ડીલીટ કરવી? આ માટે ગૂગલ અકાઉન્ટમાં થોડા સેટિંગ્સ કરવા પડે છે. ગૂગલ એકાઉન્ટમાં સેટિંગના ઓપ્શનમાં જઈને એકાઉન્ટ મેનેજમેન્ટનું ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. તેમાં એક જગ્યાએ control what happens to your account when you stop usingLke એકદમ નીચેની બાજુ learnmore and go to set upમાં જઈને તમે અકાઉન્ટ બંધ થતાં પહેલાંનો એલર્ટ મેસેજ જવો જોઈએ તે નક્કી કરી શકો છો અથવા ડિલીટ એકાઉન્ટ સિલેક્ટ કરવાથી તે એકાઉન્ટ ડિલીટ થઈ જશે, પણ ડિલીટ કે ટ્રાન્સફર થતાં પહેલાં તે ઈ-મેઇલમાં રજિસ્ટર થયેલા ફોન પર એક વાર એલર્ટ મેસેજ આપે છે. આ ફ્રી ર્સિવસ છે ને ઇન્ટરનેટ પર જી-મેલનો ઉપયોગ કરનાર માટે સરળતાથી ઉપલબ્ધ છે.
અકાઉન્ટ સાથે જોડાયેલી સેવાઓ જેવી કે બ્લોગ, ગૂગલના મેલની માહિતી, પિકાસાના ફોટા તેમજ સંલગ્ન યુ- ટયૂબની વીડિયો ચેનલ વગેરેથી જોડાયેલી વિગતો પણ નિયત કરેલા સ્નેહીજનોને વારસામાં મળે છે. 
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid