techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 3 July 2013

ઓફિસ ફ્રેન્ડલી સેલફોન એપ્લિકેશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
આજના સમયમાં મોબાઇલ ફોન એક હાથવગું ઉપયોગી સાધન બની ગયું છે. તમે ઘરેથી બહાર જતાં જો પૈસા કે પાકિટ લેવાનું ભૂલી જાઓ તો તમને વ્યાવહારિક મુસીબત પડે છે, પણ તમે પોતાનો સેલફોન સાથે લેવાનું ભૂલી જાઓ તો વધારે મુશ્કેલી ઊભી થાય છે, કેમ કે આજકાલ મોબાઇલ ફોનમાં ઘણી બધી સવલતો આપવામાં આવે છે અને મોબાઇલની હાજરી આપણાં ઘણાં બધાં કામો પાર પાડી દે છે. ઓનલાઇન બેંક એકાઉન્ટ, રેલવેની ટિકિટ,પરીક્ષાનું રિઝલ્ટ આ બધું જ હવે જીપીઆરએસ સાથેના જીદ્બટ્વિં ફોનમાં ઉપલબ્ધ છે. વળી, ઓફિસનાં અમુક કામો પણ આપણે આપણા સ્માર્ટ ફોન દ્વારા કરી નાખતા હોઈએ છીએ. અહીં આપણે એવી જ સેલફોન એપ્લિકેશન વિશે જાણીએ.

Office Suit ૫ એપ ઉપલબ્ધ બન્યું છે. આ એપથી ફોનમાં કમ્પ્યુટરની જેમ આપણે મોટાભાગની ઓફિસની કાર્યવાહી કરી શકીએ છીએ. આ એપની મદદથી ફોનમાં ઓફિસની એપ્લિકેશન ટાઇપ કરવાથી લઈને Ms Excelની ગણતરીની ફાઇલો કે ચાર્ટ અથવા કમ્પ્યુટરમાં થતી ફાઇલનું ફોર્મેટિંગ પણ કરી શકાય છે. તમે આ એપ વડે Proof Reading કે અલગ અલગ Scientific Calculations પણ કરી શકો છો. ઓફિસ ફાઇલને ચેક કરવા માટે કે ઝીણવટથી વાંચવામાં યુઝર્સને તકલીફ ન પડે તેવી ઝૂમ ઓપ્શનની સગવડ પણ છે. એટલે આ એપનો વપરાશ એકદમ સરળ બની જાય છે. ધારો કે, તમે ક્યાંક પ્રવાસમાં ગયા છો અને અચાનક જ તમારે Power Point Presentation બનાવવું પડે તેમ હોય ત્યારે આ એપ અને સ્માર્ટ ફોનનો સંગમ કરો તો તમારું કામ સરળ બની જાય છે. વળી, ફોનમાં જ ફુલસ્ક્રીન કરીને Presentation ફરીથી નિહાળી શકાય છે. માઇક્રોસોફ્ટ વર્ડની જેમ જ આ એપમાં auto correct ઓપ્શન હોય છે જેથી સ્પેલિંગમાં રહી ગયેલી ક્ષતિ પણ નિવારી શકાય છે. Ms wordની જેમ જ ખોટા સ્પેલિંગની નીચે લાલ લીટી થઈ જાય છે એટલે સ્પેલિંગ ઓળખવામાં પણ સરળતા રહે છે. આ એપની મદદથી ફોટો, લીનક કે કોષ્ટક સાથેની માહિતી પણ લખાણમાં મૂકી શકાય છે. આ જ એપ્લિકેશન Sambian સિવાય Android ફોન માટે પણ આવે છે. નવા તેમજ જૂના વર્ઝનને તમે ઇન્ટરનેટ પરથી ઉતારી શકો છો. Sambian ફોનને ચેક કરીને તમે જોઈ શકો છો કે ફોન જૂનામાં જૂની s60 3d edition સિસ્ટમ પર પણ ચાલતો હોય તો આ એપ્લિકેશનનો ઉપયોગ તમે કરી શકો છો. આ એપ CSV, DOC, XML, DOCX ફાઇલને પણ સપોર્ટ કરે છે. Office Suit 5 વર્ઝન એ તમારા કમ્પ્યુટરમાં રહેલી Ms office ૭ની ફાઇલને પણ ઓપન કરવા સક્ષમ છે.
Microsoft Office ૨૦૦૭, DOCX અને XLSX files પર આ એપનો ઉપયોગ થાય છે. જો તમારું GPRS ઓન હોય તો Google Docsમાં ફાઇલ સેવ કરી શકાય છે, જેથી ફાઇલ ડીલીટ થવાનો ભય રહેતો નથી. આ જ રીતે અતિ ઉપયોગી ૩ એપ્લિકેશન છે. (૧) Picsel Smart Office અને (૨) Quick Office 7 (૩) Documents to go su iphone, ipad, Android માટે ઉપયોગી છે અને જેને થોડા સમય પહેલાં જ ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલે ખરીદી લીધી છે. તમે આમાંથી કોઈ પણ એપનો ઉપયોગ કરીને ઓફિસનાં કામોની પતાવટ કરી શકો છો.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid